Satya Tv News

 બોટાદ શહેરમાં આજે એક સનસનીખેજ મોતની ઘટના સામે આવી છે, શહેરમાં અસામાજિક તત્વના આતંકથી એક સગીરાએ આત્મહત્યા કરી લીધી છે. છેલ્લા કેટલાક સમયથી સગીરાના ઘરની નજીક આંટાફેર કરતા યુવકને સગીરાના પિતાએ ઠપકો (Fight) આપ્યા બાદ મામલો બિચક્યો હતો, અને યુવકે તેના પિતાને મારી નાંખવાની ધમકી આપી હતી, આ વાતનું લાગી આવતા સગીરાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના મામલે બોટાદ પોલીસે ચાર શખ્સો વિરૂદ્ધ પોલીસ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. 

બોટાદ શહેરમાંથી આત્મહત્યાની સનસનીખેજ ઘટના સામે આવી છે. શહેરમાં એક સગીરાને જીવથી મારી નાખવાની ધમકી આપતાં તેને ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે. ખરેખરમાં, ઘટનાની વિગતો એવી છે કે, થોડાક દિવસો પહેલા શહેરમાં રહેતા અસામાજિક તત્વોએજેમાં વિપુલ ઘુઘા જીલીયા નામના એક શખ્સ અવારનવાર સગીરાના ઘરની નજીક આંટાફેરા કરતો હતો. આ વાતને લઇને સગીરાના પિતાએ આંટાફેરા મારીને સગીરા પર નજર બગડતા યુવને ઠપકો આપ્યો હતો, આ બાબતે તે સમયે યુવાન અને સગીરાના પિતા વચ્ચે બોલાચાલી થઇ અને ઘુઘા જીલીયાએ સગીરાના પિતાને 11મી મેએ મારી નાંખવાની ધમકી આપી હતી. જોકે, આ ધમકીથી સગીરાને લાગી આવતા તેને બાદમાં ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી લીધી હતી. સગીરાને શહેરના સબિહા હૉસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી જ્યાં તેનું મોત નીપજ્યુ હતુ.  

error: