Satya Tv News

નર્મદાના પોઇચાની નર્મદા નદીમાં ડુબેલાં સુરતના 7 શ્રધ્ધાળુઓ પૈકી સાત વર્ષીય આર્યનનો મૃતદેહ 60 કલાક બાદ પણ મળી આવ્યો નથી. જેની શોધખોળ અર્થે નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા પાણીને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નર્મદાના પોઇચાની નર્મદા નદીમાં ડુબેલાં સુરતના 7 શ્રધ્ધાળુઓ પૈકી સાત વર્ષીય આર્યનનો મૃતદેહ 60 કલાક બાદ પણ મળી આવ્યો નથી. NDRF ની 2 સહિત લાશ્કરોની 5 ટીમ 30 કિમીના વિસ્તારમાં બોટની મદદથી શોધખોળ કરવામાં આવી રહી છે. સર્ચ ઓપરેશનમાં જોડાયેલી ભરુચ ફાયરની ટીમને પરત મોકલવામાં આવી છે. અગાઉ 5 બાળકો સહિત 6 મૃતદેહ મળી આવ્યાં છે તે તમામ ફૂલેલી હાલતમાં મળી આવ્યાં હતાં. ગત રોજ ભરત બલદાણિયા અને તેમના બે પુત્રોના મૃતદેહ મળી આવ્યાં હતાં. આ તમામ મૃતદેહોને રાત્રે સુરત ખાતે લઇ જવાયાં હતાં. ચારેયના અંતિમસંસ્કાર રાત્રે જ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાત્રે જ એકસાથે ચારેયની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. ત્રણ શબવાહિનીમાં પિતા, બે પુત્ર અને ભત્રીજાની અંતિમયાત્રા સુરતના અશ્વિનીકુમાર સ્મશાન ગૃહ ખાતે પહોંચી હતી. જ્યાં ચારેયના એકસાથે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. . રાજુલાથી આવેલાં સાત વર્ષીય આર્યનનો મૃતદેહ હજી મળી આવ્યો નથી તેને શોધવા માટે હજી કવાયત ચાલી રહી છે. 5 થી વધારે ટીમ હજી નદીના પાણી ખંગાળી રહી છે. ભરૂચથી ગયેલી ફાયર વિભાગની ટીમ પરત ફરી છે. બીજી તરફ ડેમમાંથી છોડવામાં આવતું પાણી બંધ કરાયું છે.

error: