Satya Tv News

સુરત મહાનગરપાલિકાની ટીમની ગેમઝોનમાં તપાસની દેખાડા પૂરતી કાર્યવાહી કરી હતી. ગઇકાલે તપાસ બાદ સુરતના 11માંથી 10 ગેમઝોનને સીલ કરાયા હતા પરંતુ સીલ કર્યા છતા શોર્ટ ગેમઝોનમાં લોકોની અવરજવર થઈ રહી છે.ગઇકાલે તપાસ ટીમ દ્વારા સુરતના પીપલોદના શોર્ટ ગેમઝોનને સીલ કરાયું હતું અને આજે સીલ માર્યા છતા ગેમઝોનના કર્મચારીઓ અંદર પ્રવેશ કરી રહ્યા છે. હવે કોઈ જગ્યા જ્યારે તંત્ર દ્વારા સીલ હોવા છતાં કોઈ વ્યક્તિ અંદર પ્રવેશ કરે તે ખૂબ જ ગંભીર બાબત ગણાય છે. આ જોઈને એવું લાગી રહ્યું છે કે તંત્રએ માત્ર મુખ્ય દરવાજો સીલ કરી કાર્યવાહી કર્યાનો દેખાડો કર્યો છે કે શું..?

અહીં સવાલ એ થાય કે
રાજકોટની ઘટનામાંથી પણ સુરત મહાનગરપાલિકાએ બોધ કેમ ન લીધો?
સુરત મહાનગરપાલિકાને નાગરિકોના જીવની કોઈ ચિંતા નથી?
સુરત મહાનગરપાલિકાને કાર્યવાહીના નામે દેખાડો કરવાની કેમ પડી જરૂર?
ગેમઝોન સંચાલકો પર કેમ મહેરબાન છે સુરતનું તંત્ર?
કઈ મજબૂરીના લીધે ગેમઝોન સંચાલકો પર નથી થઈ કડક કાર્યવાહી?

error: