લોકસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત બાદ મહારાષ્ટ્રમાં ભાજપ સાથે સરકાર બનાવનાર મુખ્યમંત્રી એકનાથ શિંદેના તેવર પણ બદલાઈ ગયા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, એકનાથ શિંદે મોદી 3.0 કેબિનેટમાં બે મંત્રી પદ માગ્યા છે. એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેના (શિંદે જૂથ)એ પહેલી ચૂંટણીમાં જ સાત બેઠક જીતી છે. નોંધનીય છે કે, એકનાથ શિંદેએ જીતેલા સાંસદોની બેઠક બોલાવી હતી અને આ તમામ સાંસદોનું સન્માન કર્યું હતું.
શિવસેના (શિંદે જૂથ)ના નેતાઓ મુંબઈ દક્ષિણ, નાસિક, હિંગોલી અને યવતમાલ જેવી લોકસભા બેઠકો માટે ઉમેદવારોની પસંદગીમાં ભાજપની દખલથી અસંતુષ્ટ છે. નેતાઓએ દાવો કર્યો હતો કે લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે તેના ઉમેદવારો લાદ્યા હતા. તેની અસર પરિણામ પર જોવા મળી હતી. આ વિવાદ વચ્ચે એકનાથ શિંદેએ શિવસેના (શિંદે જૂથ)ના સાંસદોની બેઠક બોલાવી હતી, જેમાં મોદી મંત્રીમંડળમાં પદ અંગે ચર્ચા કરી હતી.