Satya Tv News

લોકસભા ચૂંટણીમાં દિલ્હીની તમામ સાત સીટો પર હાર બાદ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનો સાથ છોડવાની જાહેરાત કરી છે. ગોપાલ રાયે પાર્ટીની બેઠક બાદ કહ્યું કે વિધાનસભા ચૂંટણી માટે કોઈ ગઠબંધન નહીં થાય, AAP એકલા હાથે લડશે.

દિલ્હીની તમામ સાત સીટો પર હાર બાદ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે ગુરુવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે બેઠક બાદ આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસ સાથે ગઠબંધન માત્ર લોકસભા ચૂંટણી માટે હતું. પાર્ટી વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને તમામ ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં લોકસભા ચૂંટણીમાં મળેલી હાર અને આગામી વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત દરમિયાન ગોપાલ રાયે સ્પષ્ટ કર્યું કે તેમની પાર્ટીએ એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે

ફરી જેલમાં જતા પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક ટીવી ઈન્ટરવ્યુમાં સંકેત આપ્યા હતા કે ભવિષ્યમાં કોંગ્રેસ સાથેની મિત્રતા પુર્ણ થશે. AAPના રાષ્ટ્રીય કન્વીનરે દલીલ કરી હતી કે તેમની પાર્ટી બંધારણ અને લોકશાહીની રક્ષા માટે ગઠબંધનમાં જોડાઈ હતી.

error: