સમલૈંગિક : આસામની એક યુવતી સોશિયલ મીડિયા પર બિહારની એક યુવતીના પ્રેમમાં પડી ગઈ. બંનેની મિત્રતા ઇન્સ્ટાગ્રામ પર થઈ હતી. મિત્રતા ક્યારે પ્રેમમાં ફેરવાઈ ગઈ એ બંનેમાંથી કોઈને ખબર ન પડી. બંને એકબીજાને મળવા આતુર રહેવા લાગી. દરમિયાન આસામની યુવતીએ મોટું પગલું ભર્યું અને ઘર છોડીને મુઝફ્ફરપુર પહોંચી ગઈ. તે બે દિવસ સુધી નવા બજાર વિસ્તારમાં તેની મિત્રના ઘરે રોકાઈ અને અચાનક એક દિવસ તે બંને બેગ લઈને ઘરેથી નીકળી ગઈ.
બંને યુવતીઓ કપડાં અને અન્ય સામાન સાથે બહાર નીકળી ત્યારે પડોશીઓને શંકા ગઈ. લોકોએ બંનેને રોકીને પૂછપરછ કરી. પહેલા તો તે બંને ગોળગોળ વાતો કરી રહી હતી, પછી જ્યારે દબાણ કર્યું તો બંનેએ હકીકત કહી દીધી. યુવતીઓએ જણાવ્યું કે તેમની મિત્રતા ઇન્સ્ટાગ્રામ પર શરૂ થઈ અને ધીમે ધીમે એક રોમેન્ટિક સંબંધમાં બદલાઈ ગઈ. આસામની યુવતી લગ્ન કરવાના ઈરાદાથી 600 કિલોમીટરની મુસાફરી કરીને મુઝફ્ફરપુર પહોંચી. બંનેએ પોલીસ સામે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી અને કહ્યું કે તેઓ પુખ્ત વયના છે.