Satya Tv News

વધુ સારી કામગીરી કરતા રહે પોલીસ બેડામાં તે હેતુથી પ્રશંસાપત્ર એનાયત

પ્રેરણાત્મક ભાવના પ્રસરે તે હેતુથી પ્રશંસાપત્ર એનાયત કરી સન્માનીત કર્યા

10 પોલીસકર્મીઓને IG સંદીપસિંહના હસ્તે કરાયા સન્માનિત

10 પોલીસકર્મીઓને IG સંદીપસિંહના હસ્તે કરાયા સન્માનિત

વડોદરા રેન્જ IGP સંદિપસિંહે લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ પ્રક્રિયા દરમ્યાન ૧૦ વર્ષથી વધુ સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઉત્કૃષ્ઠ, સરાહનીય કામગીરી કરતા પોલીસ કર્મચારીઓને સન્માનીત કર્યા હતા.

તાજેતરમાં યોજાયેલ લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ ન્યાયીક અને મુકત વાતાવરણમાં યોજાય, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સામાન્ય બની રહે અને આ ચુંટણી પ્રક્રિયાને વિપરીત અસરો ન પહોંચાડે તે માટે વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી હતી.

જે અંતર્ગત છેલ્લા ૧૦ વર્ષથી વધુ સમયથી નાસતા ફરતા આરોપીઓ પૈકી મધ્યપ્રદેશ રાજયના-૩, ઉત્તરપ્રદેશ રાજયના-૩, મહારાષ્ટ્રના-૨, હરીયાણા-૧, સુરત-૧ અને છોટાઉદેપુર-૧ ના મળી કુલ-૧૧ આરોપીઓને પકડી પકડવાની ઉત્કૃષ્ટ, પ્રશંસનીય કામગીરી કરનાર વડોદરા રેન્જના (ભરૂચ જીલ્લાના-૯ અને વડોદરા ગ્રામ્ય જીલ્લાના ૧ પોલીસ કર્મચારી મળી) કુલ-૧૦ પોલીસ કર્મચારીઓની કામગીરીને વડોદરા રેન્જ આઇ.જી.પી. સંદિપ સિંહે બિરદાવી, ભવિષ્યમાં તેઓ વધુ સારી કામગીરી કરતા રહે અને પોલીસ બેડામાં પ્રેરણાત્મક ભાવના પ્રસરે તે હેતુથી પ્રશંસાપત્ર એનાયત કરી સન્માનીત કર્યા હતા.

error: