Satya Tv News

9 જૂને નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. શપથ ગ્રહણ સમારોહમાં માત્ર રાજકારણ સાથે જોડાયેલા લોકો જ હાજર ન હતા, ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અનેક લોકોએ પણ ભાગ લીધો હતો. જેમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને પણ હાજરી આપી હતી. શાહરૂખ ઉપરાંત સાઉથ સિનેમાના સૌથી મોટા સુપરસ્ટાર કહેવાતા રજનીકાંતે પણ આ ફંક્શનમાં હાજરી આપી હતી. વિક્રાંત મેસી, રાજકુમાર હિરાણી, અક્ષય કુમાર, રવિના ટંડન, અનુપમ ખેર પણ હાજર હતા. સમારોહમાંથી આ સ્ટાર્સના ઘણા ફોટા અને વીડિયો સામે આવ્યા છે. એક તસવીર સામે આવી છે, જેમાં શાહરૂખ અને અક્ષય સાથે જોવા મળી રહ્યા છે. બંને એકબીજાને ગળે લગાવતા જોવા મળે છે.શપથ ગ્રહણ સમારોહ પહેલા ધર્મેન્દ્ર, અજય દેવગન, રાજકુમાર રાવ અને અન્ય ઘણા ફિલ્મ સ્ટાર્સે સોશિયલ મીડિયા દ્વારા પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા હતા. દરેકને અભિનંદન આપતા તેઓએ કહ્યું કે, ફરી એકવાર પીએમ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન.

error: