Satya Tv News

મહેસાણાના મોઢેરા રોડ પર રહેતા 41 વર્ષીય સુરેશ પટેલ નામના હોમિયોપેથિક ડોક્ટરને MBBSની ડિગ્રી લેવી હતી. જુલાઈ 2018ની સાલમાં સુરેશ પટેલ ઈન્ટરનેટ પર એમબીબીએસની ડિગ્રી ક્યાં મળે છે તે શોધતો હતો ત્યારે તેની નજર MBBSની ડિગ્રી ઓફર કરતી એક વેબસાઈટ પર પડી અને તેમા આપેલા કોન્ટેક્ટ પર્શન પ્રેમ કુમાર રાજપૂતનો સંપર્ક સાધ્યો હતો.

પૂરા પૈસા ચૂકવી દેવા છતાં પણ ક્લાસ માટે તેના પર કોઈ ફોન ન આવ્યો આથી તેને શંકા પડી પરંતુ માર્ચ 2019માં તેને નંદાસણની ગણેશ હોસ્પિટલમાં કે જ્યાં તે કામ કરતો હતો, ત્યાં એક કુરિયર મળ્યું જેમાં MBBS માર્કસશીટ્સ, ડિગ્રી સર્ટિફિકેટ, ઈન્ટર્શનીપ ટ્રેઈનિંગ સર્ટિફિકેટ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ સામેલ હતું જેની પર મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડીયાનો સિક્કો હતો. હવે તેની શંકા પાકી થઈ અને તેણે તાબડતોબ મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડીયાનો સંપર્ક સાધતાં જણાયું કે તેને મોકલવામાં આવેલા બધા કાગળો નકલી છે અને તેને કોઈ બનાવી ગયું હતું.

error: