Satya Tv News

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા ઉનાળુ સત્ર (SUMMER ૨૦૨૪) માં લેવાનારી સેમેસ્ટર ૮ ની પરીક્ષામાં માં અંકલેશ્વરની શ્રોફ એસ. આર. રોટરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી (SRCT) જે હવે યુપીએલ યુનિવર્સિટી ના નામથી જાણીતી છે તની તમામ પ્રોગ્રામ નુ પરિણામ 100 ટકા આવ્યું છે. સંસ્થાને સમગ્ર જી.ટી.યુ. અને ઝૉન-5 (દક્ષિણ ગુજરાતમાં)માં પ્રથમ ક્રમાંક મેળવેલ છે. સંસ્થાના સેમેસ્ટર ૮ મા અભ્યાસ કરતા ૧૬૪ વિદ્યાર્થી પૈકી ૬૦ વિદ્યાર્થીઓએ 10 માંથી 10 SPI તેમજ ૧૫૮ વિદ્યાર્થીઓ ડિસ્ટીંકશન સાથે પાસ થયેલ છે. એન્વાયરન્મેન્ટ સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગની ઝીલ દેસાઈ એ જી.ટી.યુ. માં CGPA મુજબ સાતમો ક્રમ અને CPI મુજબ નવમો ક્રમ પ્રાપ્ત કરેલ છે. સંસ્થાના ૭ વિદ્યાર્થીઓએ પ્રોગ્રામ અને CPI મુજબ GTUમા પ્રથમ દસમાં સ્થાન મેળવેલ છે. જે અનુક્રમે ચંદેગ્રા મીત પ્રથમ ક્રમ (કેમિકેલ એન્જિનિયરીંગ), યુનુસ ઇકબાલ દ્વિતીય ક્રમ (ઈલેક્ટ્રીકલ એન્જિનિયરીંગ), રાજ આદિત્યસિંહ તૃતીય ક્રમ(કેમિકેલ એન્જિનિયરીંગ), મોદી નિસર્ગ પાંચમો ક્રમ(કેમિકેલ એન્જિનિયરીંગ), સૈની ઉમેશ છઠ્ઠો ક્રમ(કેમિકેલ એન્જિનિયરીંગ), લાકડાવાલા ઓમ આઠમો ક્રમ(કેમિકેલ એન્જિનિયરીંગ) અને પંડિત દેવર્ષ નવમો ક્રમ(કેમિકેલ એન્જિનિયરીંગ) પ્રાપ્ત કરેલ છે.
કોલેજના આવા પરિણામ બદલ યુપીએલ યુનિવર્સિટીના પ્રમુખશ્રી અશોક પંજવાણીએ તમામ વિદ્યાર્થીઓને તેમજ તેમના પરિવારજનોને હાર્દિક અભિનંદન આપેલ છે અને સાથે તેઓની ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવેલ છે

error: