Satya Tv News

જંબુસર એ.પી.એમ.શી મા પણ રાડદિયા વારી થઈ
APMCની ચૂંટણીમા BJP ના મેન્ડેટ વિરુદ્ધ મતદાન
વનરાજસિંહ મોરીને 15 મત મળતા વિજેતા

જંબુસર એપીએમસીમાં ભાજપમાં જ બળવો, સત્તાવાર ઉમેદવાર સામે પૂર્વમંત્રીના પુત્રની જીત થઈ છે

જંબુસર ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ ( એપીએમસી)ના ચેરમેનપદની ચૂંટણીમાં ઇફકો વાળી થઇ છે. ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડી રહેલાં ઉમેદવારનો જ પરાજય થયો છે. સત્તાવાર ઉમેદવારની સામે વર્તમાન ચેરમેન અને પૂર્વ મંત્રીના દીકરાએ ઉમેદવારી કરી વિજય મેળવ્યો છે. તેમને 19માંથી 15 ડીરેકટરનું સમર્થન સાંપડયું હતું. ભરૂચ જિલ્લાના તાલુકા મથક જંબુસર એપીએમસીમાં ભાજપમાં જ બળવાની સ્થિતિનું નિર્માણ થયું છે. એપીએમસીમાં ચેરમેનપદ માટે અઢી વર્ષની ટર્મ પુરી થતાં શુક્રવારે ચૂંટણી યોજવામાં આવી હતી. એપીએમસીમાં સત્તાધારી ભાજપ તરફથી આગામી ચેરમેને તરીકે ભુપેન્દ્રસિંહ રાઠોડ ના નામનું મેન્ડેડ આપવામાં આવ્યું હતું. પક્ષના સત્તાવાર ઉમેદવારની સામે વર્તમાન ચેરમેન અને પૂર્વ મંત્રી છત્રસિંહ મોરીના દીકરા વનરાજસિંહ મોરીએ ઉમેદવારી કરી સૌને ચોંકાવી દીધા હતાં. ચૂૂંટણી અધિકારી અને જિલ્લા રજીસ્ટ્રાર પરેશ કણકોટીયાની હાજરીમાં મતદાન કરાવવામાં આવતાં ભુપેન્દ્રસિંહ રાઠોડને 4 જયારે વનરાજસિંહ મોરીને 15 મત મળતાં તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં. જંબુસર એપીએમસીમાં બનેલી ઘટનાથી તાજેતરમાં ઇફકોની ચૂંટણીમાં બનેલી ઘટના તાજી થઇ હતી અમે બધા ભાજપના જ છીએ ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારની હાર જેવું કઇ નથી. અમે બધા ભાજપના જ છીએ. બધા ડીરેકટરોએ મને મત આપી ફરી વખત ચેરમેન બનાવ્યો છે. અમારા એપીએમસીમાં ઇફકો જેવું થયું તેવું ન કહી શકાય. > વનરાજસિંહ મોરી, ચેરમેન, એપીએમસી, જંબુસર આમોદમાં ચેરમેન – વાઇસ ચેરમેનની વરણી આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માં જીલ્લા રજીસ્ટ્રાર ની રૂબરૂમાં ચૂંટણી યોજાઇ હતી જેમાં આજ રોજ આમોદ સુરેશ પટેલની ચેરમેન તરીકે જ્યારે વાઇસ ચેરમેન તરીકે મફતસિંહ પઢિયારની વરણી કરવામાં આવી હતી. ચૂંટણી સમયે તમામ મંડળીઓના સભાસદો હાજર રહયાં હતાં.

વિડિઓ જર્નલિસ્ટ વિવેક પટેલ સત્યા ટીવી જંબુસર

error: