Satya Tv News

માસ જેઠ, પક્ષ વદ, તિથિ સાતમ, નક્ષત્ર પૂર્વભાદ્રપદ સવારે 10:09 પછી ઉત્તરભાદ્રપદ, યોગ સૌભાગ્ય, કરણ બવ, રાશિ મીન (દ.ચ.ઝ.થ.)

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે તેમજ સ્નેહીજનોના સંપર્કથી સારી હૂંફ મળશે, વ્યવસાયના કામમાં વૃદ્ધિ થશે તેમજ પરિવારના સુખમાં વધારો થશે

વૃષભ (બ.વ.ઉ.)સહકારી સરકારી કામમાં સફળતા મળશે અને નવા કરેલા કાર્યો ફળદાયી બનશે તેમજ નોકરી બાબતે સારા સમાચાર મળશે, ધંધામાં લાભ મેળવી શકશો

મિથુન (ક.છ.ઘ.)મિથુન રાશિના જાતકોને કામમાં નિરાશાનો અનુભવ થશે તેમજ સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે અને ઈષ્ટમિત્રોનો સહયોગ મળશે, ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે

કર્ક (ડ.હ.)આ રાશિના જાતકોને જીદ્દી સ્વભાવના કારણે માનસિક ચિંતા જણાશે તેમજ આર્થિક બાબતોમાં સારો સુધારો જણાશે, સેવાકિય પ્રવૃત્તિથી મન પ્રસન્ન જણાશે તેમજ વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે

સિંહ (મ.ટ.)દામ્પત્ય જીવનમાં અણબનાવોથી તકલીફ જણાશે અને સંતાનોને માટે નવુ કરવાની ઉત્તમ તક મળશે તેમજ શુભ કાર્યોમાં સફળતા મળશે, નોકરીમાં બઢતીની તકો મળશે

કન્યા (પ.ઠ.ણ.)

ધંધાકીય કામકાજમાં સફળતા મળશે અને પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો તેમજ આત્મવિશ્વાસમાં વધારો થશે, ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે

તુલા (ર.ત.)

તુલા રાશિના જાતકોને ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે તેમજ ધંધામાંધન (ભ.ધ.ફ.ઢ.)આ રાશિના જાતકોને ભાગ્યબળથી અધૂરાં કામ પૂરાં થશે તેમજ રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે અને જવાબદારીવાળા કાર્યોમાં ગતિ આવશે, મન પ્રસન્ન અને દિવસ આનંદમાં પસાર થશે

નવા સંબંધોમાં નિરાશા જણાશે અને નોકરીમાં નવી તકો મળશે, સંતાનપક્ષે શુભ સમાચાર મળશે

વૃશ્ચિક (ન.ય.)

પરિશ્રમ પછી પણ કામ અધૂરું જણાશે અને જૂના સંબંધો ખાસ સાચવી લેવા જરૂરી છે તેમજ નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે, વ્યવસાયમાં સાધારણ ધનલાભ થશે

ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકોને ભાગ્યબળથી અધૂરાં કામ પૂરાં થશે તેમજ રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે અને જવાબદારીવાળા કાર્યોમાં ગતિ આવશે, મન પ્રસન્ન અને દિવસ આનંદમાં પસાર થશે

મકર (ખ.જ.)મકર રાશિના જાતકોને વાદ-વિવાદવાળા કામથી બચવું તેમજ આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે, ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે તેમજ પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે

કુંભ (ગ.શ.ષ.સ.)ભાઈભાંડુના સહકારથી કામમાં સફળતા મળશે અને નવા કામની ઓફર અને પૈસા કમાવવાની તક મળશે તેમજ સંતાનો સાથે સમય વિતાવી શકશો, પાડોશી સાથેના સંબંધોમાં શાંતિ રાખવી

મીન (દ.ચ.ઝ.થ.)માનસિક તનાવ રહેવાની સંભાવના છે અને કામમાં સાધારણ સફળતા મળશે તેમજ પ્રતિસ્પર્ધીઓથી સાવધાન રહેવું, નિરાશાથી દૂર રહી ખર્ચ બાબતે સંભાળવું

error: