Satya Tv News

યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી દ્વારા પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ “અભ્યુત્થાન-૨૦૨૪”નું ૨૭મી જૂન ૨૦૨૪ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બે સત્ર માં યોજવામાં આવ્યો હતો.

સવાર ના સત્રમાં ડિગ્રી, બી.એસ.સી, એમ.ઈ અને એમ.એસ.સી ના વિધાર્થીને સમ્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય અતિથિ તરીકે ડૉ. મૃત્યુંજય ચૌબે, વાઇસ પ્રેસિડેન્ટ-એન્વિરોન્મેન્ટ અને સસ્ટેનેબીલીટી, યુપીએલ લિમિટેડ, શ્રીમતી સાન્દ્રા શ્રોફ – અધ્યક્ષ, અંકલેશ્વર રોટરી એજ્યુકેશન સોસાયટી, અશોક પંજવાણી, પ્રમુખ – યુપીએલ યુનિવર્સિટી, ટ્રસ્ટી બી.ડી. દલવાડી, CEO, BEIL, પ્રોવોસ્ટ પ્રો. શ્રીકાંત વાઘ, યુનિવર્સિટીના પદાધિકારીઓ, અધ્યાપકગણ, કર્મચારી ગણ અને વિદ્યાર્થીઓ હાજર હતા. પ્રોવોસ્ટ પ્રો. શ્રીકાંત વાઘએ મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કર્યું અને પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. સન્માન સમારોહમાં કુલ મળીને ૮૬ વિદ્યાર્થીઓએ મહેમાનો પાસેથી ઈનામી રકમ સાથે પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા પછી, તેમના પ્રતિસાદ શેર કર્યા હતા. ૮૬ વિદ્યાર્થીઓમાંથી 3 વિદ્યાર્થીઓ એ UPL ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.

બપોરના સત્રમાં ડિપ્લોમાના વિધાર્થીને સમ્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં યુપીએલ યુનિવર્સિટીના પ્રમુખ અશોક પંજવાણી, પ્રોવોસ્ટ ડો. શ્રીકાંત વાઘ, રજીસ્ટ્રાર ધર્મેશ પટેલ, ડો. સ્નેહલ લોખંડવાલા, ડીન સાયન્સ એન્ડ સસ્ટેનેબિલીટી ડૉ.ઓમપ્રકાશ મહાડવાડ, ડીન એન્જિનિયરિંગ અને COE, ડૉ. આલોક ગૌતમ, ડીન સંશોધન અને વિકાસ અને ડૉ. પૂર્વી નાઈક, પરીક્ષા નિયંત્રક સહિત પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સન્માન સમારોહમાં કુલ મળીને ૮૮ વિદ્યાર્થીઓએ મહેમાનો પાસેથી ઈનામી રકમ સાથે પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા પછી, તેમના પ્રતિસાદ શેર કર્યા હતા. ૮૬ વિદ્યાર્થીઓમાંથી ૩ વિદ્યાર્થીઓ એ UPL ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.

આ પ્રસંગે મુખ્ય અતિથિ ડૉ. મૃત્યુંજય ચૌબે તેમજ મંચ ઉપર બિરાજમાન, સાન્દ્રા શ્રોફ, અશોક પંજવાણી, બી.ડી. દલવાડી એ તમામ રેન્ક ધારક વિદ્યાર્થીઓને સફળતા માટે અભિનંદન આપ્યા હતા.

error: