Satya Tv News

 સંસદના વિશેષ સત્ર દરમિયાન કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિંદુ ધર્મ પર આપેલા નિવેદન બાદ ભાજપ અને હિંદુ સંગઠનોએ સાથે મળીને તેમની વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો અને દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતાં. શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP)થી લઈને ધાર્મિક નેતાઓએ તેમના પર પ્રહારો કર્યા હતા. ત્યાર આજે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના હિંદુ ધર્મ વિશેના નિવેદનનું સમર્થન આપ્યું છે. રાહુલ ગાંધીના હિંદુ નિવેદનને લઈને ઉગ્ર ટીકાઓ વચ્ચે હવે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કોંગ્રેસના સાંસદનું સમર્થન આપતો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદના આ 1 મિનિટના વિડિયોને કોંગ્રેસ પાર્ટી દ્વારા તેના સોશિયલ મીડિયા X પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમા તેઓ કહી રહ્યા છે કે, “અમે રાહુલ ગાંધીનું આખું ભાષણ સાંભળ્યું. તેઓ સ્પષ્ટપણે પણે કહી રહ્યા છે કે, હિંદુ ધર્મમાં હિંસાને કોઈ સ્થાન નથી. રાહુલ ગાંધી ક્યાંય પણ હિંદુ ધર્મ વિરુદ્ધ વાત કરી રહ્યા નથી. રાહુલ ગાંધીના સંપૂર્ણ નિવેદનમાંથી અડધા નિવેદનનો ભાગ ફેલાવવામાં આવી રહ્યો છે, જે ખરેખર ગુનો છે. અને આવુ કરનારને સજા થવી જોઈએ.”

Created with Snap
error: