Satya Tv News

મહેસાણા શહેરમાં રાધનપુર બાયપાસ રોડ ઉપર આવેલ ડી-માર્ટમાંથી કાર્તિક પૂજારા નામનાં યુવકે MILky Mist બ્રાન્ડનું દહી ખરીદ્યું હતું. મોલમાંથી ખરીદી કર્યા બાદ કાર્તિક દહીંને લઈ ઘરે ગયો હતો. ઘરે ગયા બાદ કાર્તિકે ખાવા માટે દહીનું પેકેટ ખોલતા તેમાંથી ફૂગ નીકળતા કાર્તિક ચોંકી ઉઠ્યો હતો. આ સમગ્ર મામલે કાર્તિક દ્વારા મહેસાણા ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરતા ફ્રૂડ વિભાગની ટીમ દ્વારા ડી-માર્ટમાં તપાસ હાથ ધરી મિલ્કી મિસ્ટ બ્રાન્ડનાં ઘી, દહી, બટર, ચીઝ સહિતની ચીજ વસ્તુઓ તેમજ કાર્તિકે લીધેલ દહીંની બેચનાં સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બાબતે ગ્રાહક કાર્તિક પૂજારાએ જણાવ્યું હતું કે, મે 7.30 થી 8 વાગ્યા આસપાસ ડી-માર્ટમાંથી MILky Mist બ્રાન્ડનું દહીની ખરીદી કરી હતી.જે દહી ઘરે લઈ જઈ ખોલતા તેમાં ફૂગ જોવા મળી હતી. જે બાદ મેં આ બાબતે ડી માર્ટમાં જાણ કરતા તેઓ દ્વારા મને ડબો બદલાવી જવા કહ્યું હતું. જે બાદ અમે ડી માર્ટ ખાતે પહોંચ્યા હતા જ્યાં ડી માર્ટનાં મેનેજર દ્વારા મને ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપ્યો હતો. જે બાદ મેં આ બાબતે લેખિતમાં ફ્રૂડ વિભાગને જાણ કરાત ફ્રૂડ વિભાગ દ્વારા તાત્કાલીક પગલા ભરી ડી માર્ટમાં રહેલ ખાદ્ય ચીજ વસ્તુઓનાં સેમ્પલ લઈ તેને તપાસ અર્થે મોકલ્યા છે.

error: