સોમવારે હલ્દી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલિવૂડ સ્ટાર્સ જોવા મળ્યા હતા.જ્હાન્વી કપૂર, સારા અલી ખાન, અનન્યા પાંડે, સલમાન ખાન, રણવીર સિંહ જેવા ઘણા સ્ટાર્સે આ ઇવેન્ટમાં હાજરી આપી અને તેને ખાસ બનાવી. હલ્દી સેરેમનીમાં બધા જ પીળા રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. આ સ્ટાર્સે માત્ર પીળા આઉટફિટ જ નહીં પહેર્યા પરંતુ પીઠીમાં નહાતા પણ જોવા મળ્યા. ઝલક પણ સામે આવી છે અને સોશિયલ મીડિયા પર યુઝર્સ કમેન્ટ્સ કરી રહ્યા છે.
રણવીર સિંહ માથાથી પગ સુધી પીળા રંગમાં રંગાયેલો જોવા મળે છે. તે આખે આખો પીઠીથી નહાતો જોવા મળ્યો હતો. તેનો ચહેરો પણ પીળો થઈ ગયો છે. તે એન્ટિલિયાની બહાર ઇવેન્ટમાંથી બહાર નીકળતો જોઈ શકાય છે.સલમાન ખાન પણ પીઠીની વિધિ બાદ પોશાક બદલાયેલો જોવા મળ્યો હતો. સલમાન ખાન બ્લેક કુર્તામાં પહોંચ્યો હતો અને જ્યારે તે ત્યાંથી પાછો ફર્યો ત્યારે તે પીળા કુર્તામાં જોવા મળ્યો હતો. મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી અને તેમની પત્ની ટીના અંબાણી પણ એન્ટિલિયાની બહાર જતા જોવા મળ્યા હતા. તેઓ પીળા રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. અનિલ કપૂર સફેદ કુર્તા-પાયજામામાં હતો, તેના ચહેરા અને કપડાં પર પીઠી સ્પષ્ટ દેખાઈ રહી હતી. ટીના અંબાણી પણ પીળા રંગના આઉટફિટમાં હતી અને તેના ચહેરા પર ઘણી પીઠી લગાવેલી હતી. તેણે પાપારાઝી માટે પોઝ પણ આપ્યો હતો.