Satya Tv News

વિરાટ કોહલી હાલમાં લંડનમાં છે, તે ટી20 વર્લ્ડકપની જીતનો જશ્ન મનાવ્યા બાદ મોડી રાત્રે લંડન જવા માટે રવાના થયો હતો કારણ કે, વિરાટ કોહલીની પત્ની અને બાળકો લંડનમાં છે. ભારતમાં તેની બેંગલુરુ સ્થિત રેસ્ટોરન્ટ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. હવે સવાલ એ થાય છે કે, પોલિસે શું કાર્યવાહી કરી છે. વિરાટ કોહલીની બેંગ્લુરુ સ્થિત રેસ્ટોરન્ટ વિશે કાર્યવાહીની જાણકારી શહેરના DCP સેન્ટ્રેલે આપી છે.

બેંગ્લુરુના 3-4 પબ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. જેના વિરુદ્ધ ફરિયાદ મળી હતી તે રાત્રે મોડી રાત સુધી ખુલ્લી રહે છે. તેમજ જોરશોરથી મ્યુઝિકના અવાજ વગાડવાની પણ ફરિયાદ સામે આવી હતી. શહેરમાં પબ ખુલ્લો રહેવાનો સમય માત્ર રાત્ર 1 કલાક સુધીનો છે.વિરાટ કોહલીની રેસ્ટોરન્ટ અને પબની ચેન One8 Communeના નામે દેશના અનેક શહેરોમાં છે. બેંગ્લુરુ અને મુંબઈ સિવાય ગત્ત વર્ષ વિરાટે ગુરુગ્રામમાં પણ એક રેસ્ટોરન્ટ આ નામથી ખોલી છે.

error: