હિના ખાને હાલમાં જ ખુલાસો કર્યો હતો કે તે ત્રીજા સ્ટેજના બ્રેસ્ટ કેન્સર સામે ઝઝુમી રહી છે. આ વાતનો ખુલાસો એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા કર્યો હતો. ઘણા પડકારોનો સામનો કર્યા બાદ પણ હિના ખાન બ્રેસ્ટ કેન્સરના સામે લડાઈ કરી રહી છે.બુધવારે હિનાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટને જોયા બાદ એવું લાગી રહ્યું છે કે હિના ખૂબ જ દુખમાં છે અને માટે જ તે હાલ પોસ્ટ શેર કરી રહી છે.
હિના ખાને અલ્લાહને યાદ કરતા કહ્યું ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી જેને જોઈ ફેંસ પણ ઈમોશનલ થઈ રહ્યા છે. હિનાએ આ પોસ્ટમાં લખ્યું- “અલ્લાહ સિવાય તમારૂ દુખ દૂર ન કરી શકે. પ્લીઝ અલ્લાહ, પ્લીઝ.”સાથે જ સ્ટોરી પર તેમણે ઈમોશનલ ઈમોજી બનાવ્યું છે અને દુઆમાં હાથ ઉભો કર્યો છે. જણાવી દઈએ કે જ્યારથી હિનાના ફેંસ અને મિત્રોને એક્ટ્રેસની આ બીમારી વિશે જાણકારી મળી છે ત્યારથી દરેક લોકો તેમના સપોર્ટમાં ઉભા થઈ ગયા છે.