Satya Tv News

વોટર હાર્વેસ્ટિંગ , સોલાર વીજળી, વર્મી કોમ્પોસ્ટ, ઈ વેસ્ટ, બાયો વેસ્ટ જેવી સુંદર પર્યાવરણ જતન ની સુવિધાઓ ધરાવતું જિલ્લા નું પ્રથમ શૈક્ષિણક સંકુલ બન્યું.

નર્મદા એજ્યુકેશન કેમ્પસ દ્વારા ચાલતા નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ અને નર્મદા કોલેજ ઓફ મેનેજમેન્ટ , ભરૂચ ખાતે તા. 13 જુલાઈ 2024 ને શનિવાર નાં રોજ ગ્રીન કેમ્પસને મુખ્ય અતિથિ એવા જાણીતા ઉદ્યોગપતિ, પર્યાવરણવિદ, સામાજિક કાર્યકર અને પ્રો એક્ટિવ નાગરિક શ્રી હરીશભાઈ જોશી દ્વારા ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ડોક્ટર પરેશભાઈ શાહ , ટ્રસ્ટી એસ એમ વોરા અને અન્ય ટ્રસ્ટીગણ તથા પ્રાધાયપકો અને વિદ્યાર્થિઓ ની ઉપસ્થિત માં ખુલ્લું મુકાયું હતું.

ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ડો. પરેશભાઈ શાહે કોલેજ દ્વારા અપનાવાયેલ પર્યાવરણ સંવર્ધન માટેના પ્રયાસોની વિગતવાર માહિતી આપી. જેમાં કેમ્પસમાં દરેક માટે સ્વચ્છ હવાનું મોનીટરીંગ જકઆરતી એર ક્વોલીટી ઇન્ડેક્ષ સીસ્ટમ ની સ્થાપના, વરસાદી પાણીના સંગ્રહ માટે વાર્ષિક 4.5 કરોડ લિટર પાણીનો સંગ્રહ થશે અને ગ્રાઉન્ડ વોટર લેવલ ઊંચું આવશે સાથે સાથે પાણીની ખારાશ પણ ઘટશે આં માટે વોટર હાર્વેસ્ટિંગ, R.O. વોટરમાંથી નીકળતા waste પાણીનો ટોયલેટ ફ્લશ ઉપરાંત કેમેસ્ટ્રી પ્રયોગશાળાના સાધનોને સાફ કરવા માટે ઉપયોગ, કરવામાં આવે છે આ જળ સંરક્ષણથી પ્રતિદિન 12000 લિટર પાણીનો બગાડ થતો અટકાવી શકાયો છે. , કેમેસ્ટ્રી પ્રયોગશાળામાંથી નીકળતા વિવિધ કેમિકલ યુક્ત પાણીને સીધા જ જમીન કે નદી નાણામાં ન છોડતા, તેનો સંગ્રહ કરવામાં આવે છે અને ત્યારબાદ શુદ્ધિકરણ માટે ETP પ્લાન્ટમાં મોકલવાની વ્યવસ્થા પણ કોલેજ દ્વારા કરવામાં આવી છે. ઘન કચરાને વર્ગીકૃત વર્ગીકૃત કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે જેમાં વિવિધ જગ્યાએ E-waste, Glass Waste, Biodegradable Waste , Non biodegradable waste ના કલેક્શન માટે ડસ્ટબીન મૂકવામાં આવી છે જેનો સમય સમય પર વૈજ્ઞાનિક ઢબે યોગ્ય નિકાલ કરવામાં આવે છે. કોલેજ પરિસરમાં 1000થી વધુ વૃક્ષો છે. જેમાંથી પડતા સૂકા પાંદડાઓ એકત્ર કરીને ખાતર બનાવવામાં આવે છે આ ઉપરાંત કેન્ટીનમાં બચેલા અન્ન તેમજ શાકભાજીના છોડા વગેરેમાંથી બાયોગેસ બનાવવાના પ્લાન્ટ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાંથી ઉત્પન્ન થતા ગેસનો ઉપયોગ કેન્ટીનમાં રોજિંદા કામના વપરાશમાં લેવામાં આવે છે. 85000 યુનિટ નું ઉત્પાદન કરી શકે એવા 60 KW નો સોલર પ્લાન્ટ લગાડીને વાર્ષિક જરૂરિયાત 70,000 યુનિટની પૂરી કરી અને વધારાની વીજળીનો બચાવ પણ કરવામાં આવે છે આ ઉપરાંત વીજળીની બચત માટે LED ટ્યુબલાઈટ તેમજ BLDC પંખાઓનો પણ કેમ્પસમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. કોલેજની સુંદરતા વધે અને સાથે સાથે ગ્રીન Gases નું પ્રમાણ ઓછું થાય તે માટે કોલેજ કેમ્પસમાં 1000થી વધુ મોટા વૃક્ષોનું વાવેતર કરી અને તેના પર ક્યુ આર કોડ પણ લગાડવામાં આવ્યા છે જેનાથી વૃક્ષની સંપૂર્ણ માહિતી મળી શકે. વૃક્ષોની પસંદગી પણ એવી કરેલ છે કે જેથી વિવિધ પક્ષીઓને ખોરાક અને રહેઠાણ પણ મળી રહે.

ડિરેક્ટર પરેશભાઈ શાહ સાહેબ એ Pro active (પ્રો એક્ટિવ) સીટીઝન પર ભાર મૂકીને દરેકને pro એક્ટિવ નાગરિક બનવા અપીલ કરી.

ઉદઘાટક હરીશભાઈ જોશી એ કોલેજ દ્વારા લેવાયેલ આ ગ્રીન કેમ્પસ પગલાને બિરદાવ્યું આ ઉપરાંત , યુનાઈટેડ નેશન્સનાં સસ્ટેનેબ્લ ડેવલપમેન્ટ ગોલ અને પયૉવરણ, સોસાયટી અને ગવર્નન્સ સહિત NET ઝીરો વિશે ભવિષ્યની આવનાર પેઢીને માર્ગદર્શન આપ્યું. આવનાર પેઢીને પહેલ કરી કે દરેક વ્યક્તિએ પોતાની નૈતિક જવાબદારી સમજીને આ કાર્યને ઉપાડવો જન્મદિવસ કે એવા કોઈ સારા પ્રસંગે પાંચ વૃક્ષોનું વાવેતર કરીએ અને વૃક્ષોને કાપતા બચાવીએ તો પણ અનેક ગણું પર્યાવરણમાં યોગદાન આપી શકાય.
મા. હરીશભાઈ જોશી એ સાચા મિત્ર જીવનમાં હોવા જોઈએ અને એમાં પણ જો વૃક્ષ જ સાચો મિત્ર બની જાય તો એનાથી ઉત્તમ બીજું શું હોઈ શકે? અંતમાં રાષ્ટ્રને અને ખાસ કરીને જ્યાં રહીએ છીએ તે વિસ્તારને NET ઝીરો બનાવવામાં પોતાનું યોગદાન આપીએ સાથે એમણે ભરૂચ સિટીઝન કાઉન્સિલ નાં રેવા અરણ્ય જ્યાં ૨૧ હજાર વૃક્ષોનું વાવેતર થયું છે તેની મુલાકાત લેવા સુચન કર્યું.

ડો. તૃપ્તિબેન અલ્મોલા, ડિરેક્ટર- નર્મદા કોલેજ ઓફ મેનેજમેન્ટ એ આખા કાર્યક્રમનું સંચાલન તેમજ આભાર વિધિ વ્યક્ત કરી.

error: