Satya Tv News

કેન્સર સામે લડી રહેલી હિના ખાને પણ પોતાના વાળ કપાવ્યા હતા, જેનો વીડિયો જોઈને લોકો ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. ત્યારે હવે હિના ખાનના ફેન્સ માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે. વાસ્તવમાં, દર્દથી પરેશાન હિના ખાને પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે શૂટિંગ માટે તૈયાર થતી જોવા મળી રહી છે.કેન્સરની પહેલી થેરેપી લીધા બાદ હિના ખાને ફરી એકવાર કામ કરવાનું શરૂ કરી દીધું છે. આ વીડિયોમાં હિના ખાન સફેદ શર્ટ પહેરીને તૈયાર જોવા મળી રહી છે. આ સાથે તેણે માથે વિગ પહેરી છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે હિન ખાન કહી રહી છે કે, “કીમો સેશન પછી આ મારું પહેલું શૂટ છે. અહીં ટાંકાનાં નિશાન છુપાવવાના મહત્તમ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મારા માર્કસ છુપાવવામાં આવ્યા છે, હજુ થેરેપીના ઘણા સેશન બાકી છે પણ શો હમેંશા ચાલતો રહેવો જોઈએ, હું હજુ ફાઈટ કરીશ અને બાહર નિકળી જઈશ.

error: