અંકલેશ્વર ગતરોજ ભરૂચના નર્મદા કિનારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે ચાની ચૂસકી માણી હતી
સુરતથી ગાંધી નગર જઈ રહેલ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અંકલેશ્વર-ભરુચ વચ્ચે ગોલ્ડન બ્રિજની દક્ષિણ છેડે આવેલ લારી-ગલ્લાઓ પાસે પોતાનો કાફલો અટકાવી નર્મદા કિનારે મકાઈની ભેલ સાથે ચા ચૂસકી લગાવી હતી વરસાદી માહોલમાં ગોલ્ડન બ્રિજ ખાતે ઉમટી પડતાં સહેલાણીઓએ ગૃહમંત્રી અને અન્ય મંત્રીને જોઈ કુતૂહલમાં મુકાયા હતા