Satya Tv News

ચીનમાં CCP બેઠક સોમવારથી શરૂ થઈ હતી અને ગુરુવારે સમાપ્ત થવાની હતી. ચીનની રાજનીતિ માટે આ બેઠક ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પાંચ વર્ષમાં એક વખત યોજાતી આ બેઠકમાં ચીનની ભાવિ દિશા નક્કી કરવામાં આવે છે. હકીકતમાં ચીનની અર્થવ્યવસ્થાએ છેલ્લા પાંચ ત્રિમાસિક ગાળામાં સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે. જેને લઈને ચીન ખૂબ જ ચિંતિત છે. તે ઉપભોક્તા ખર્ચને વધારવામાં નિષ્ફળ રહી છે. આવી સ્થિતિમાં ચીનના રાષ્ટ્રપતિ પર દબાણ વધી રહ્યું છે.CCP મીટિંગ દરમિયાન રાષ્ટ્રપતિ જિનપિંગને સ્ટ્રોક આવ્યો હતો. જોકે હાલમાં આ અંગે કોઈ સત્તાવાર સમર્થન નથી. પરંતુ આ વાયરલ સમાચારે હલચલ મચાવી દીધી છે.

error: