ઓમાનના દરિયામાં સોમવારે એક ઓઇલ ટેન્કર ડૂબી જતં તમામ 16 ખલાસીઓ લાપતાં બન્યા હતા. સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ તેમાં 13 ભારતીય અને 3 શ્રીલંકન નાગરિકોનો સમાવેશ થાય છે. ઘટના બન્યાના 36 કલાક પછી પણ એક પણ ખલાસીનો પતો ન મળતા અમંગલ આશંકાઓ સેવાઈ રહેશે.
પ્રાપ્ત વિગતો મુજબ કોમોરસનો ધ્વજ ધરાવતું પ્રેસ્ટીજ ફાલ્કન નામનું જહાજ ઓઇલ ટેન્કર લઈ અને યમનના એડન બંદરે જઈ રહ્યું હતું ત્યારે ઓમાન ના રાસ મદરકા બંદરથી 25 નોટિકલ માઈલ દૂર દક્ષિણ પૂર્વમાં ડુકમ બંદર નજીક આ દુર્ઘટના બની હતી. તે અંગે સમુદ્રી સુરક્ષા કેન્દ્રને મંગળવારે જાણ થયા બાદ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. નોંધનીય છે કે ડુકમ બંદર ખાતે ઓમાનની સૌથી મોટી ઓઇલરીફાઈનરી આવેલી છે. ડૂબી ગયેલું જહાજ 170 મીટર લાંબુ હતું અને તે 2007માં બન્યું હતું. સમુદ્રી સુરક્ષા કેન્દ્ર એ X ઉપર ટ્વીટ દ્વારા આ દુર્ઘટના અંગે જાણકારી આપી હતી.