એક પરિવાર પર અંધશ્રદ્ધાનું એટલું પ્રભુત્વ હતું કે પરિવારે તેમની 19 વર્ષની દીકરીને એક તાંત્રિકને સોંપી દીધી. તાંત્રિક પુત્રીને રૂમમાં લઈ ગયો અને તેના માથામાં 70થી વધુ સોય નાંખી. પુત્રીની આવી હાલત જોયા બાદ પરિવારજનોએ પુત્રીની હાલત માટે તાંત્રિકને જવાબદાર માની તેની સામે પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં પોલીસે હવે બાબાની ધરપકડ કરી લીધી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. બાબાના ભાઈએ કહ્યું કે તેમના પર લાગેલા તમામ આરોપો ખોટા છે.