Satya Tv News

મુંબઈમાં પણ છેલ્લા ત્રણ દિવસથી મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. મુંબઈમાં રવિવારે સતત ભારે વરસાદને કારણે સમગ્ર શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે અને ઘણી જગ્યાએ લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા છે. મુંબઈમાં ભારે વરસાદને કારણે રવિવારે 36 ફ્લાઈટ રદ કરવામાં આવી હતી.

મુંબઈ મહાનગરપાલિકાએ જણાવ્યું કે, રવિવારે સાંજે 4 વાગ્યા સુધી કુલ 82 મીમી વરસાદ પડ્યો હતો. પાણી ભરાઈ જવાને કારણે અનેક રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને ઘણી જગ્યાએ સ્થિતિ વણસી ગઈ હતી. રદ કરાયેલી 36 ફ્લાઈટ્સમાંથી 24 ઈન્ડિગોની, 8 એર ઈન્ડિયાની અને 4 વિસ્તારાની હતી.

અગાઉ 15 જેટલી ફ્લાઈટોને અમદાવાદ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. આ દરમિયાન રાહતની વાત એ રહી કે લોકલ ટ્રેન ચાલુ રહી છે. જો કે હાર્બર લાઇન પર કેટલીક ટ્રેનો મોડી દોડતી રહી હતી. માનખુર્દ, પનવેલ અને કુર્લા સ્ટેશન પર ટ્રેક પર પાણી ભરાઈ ગયા હતા.

error: