Satya Tv News

ઘાસ કાપવા ગયેલ અવિધાનો વૃધ્ધ ઇસમ ભુંડવા ખાડીના પુરના પાણીમાં ગુમ થયો હતો

સ્થાનિક પોલીસની ભારે જહેમત બાદ ફાયર ફાઇટરોની મદદથી મૃતદેહ એક કિલોમીટર દુરના સ્થળેથી મળ્યો મૃતદેહ…

ઝઘડિયા તાલુકાના અવિધા ગામના ૬૦ વર્ષીય વૃધ્ધ નરસિંહભાઇ સોલંકી ગતરોજ ઘાસ કાપવા ગયા હતા ત્યારે ભુંડવા ખાડીમાં વહેતા પાણીના પ્રવાહમાં પગ લપસતા તેઓ તણાઇ જવાની ઘટના બની હતી. ત્યારબાદ સ્થાનિક પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી ખાડીમાં ગુમ થનાર વૃધ્ધને શોધવા પ્રયત્નો હાથ ધર્યા હતા,પરંતું ભુંડવા ખાડીના પુરના પ્રવાહમાં લાપતા થયેલ નરસિંહભાઇની કોઇ ભાળ મળી નહતી,દરમિયાન આજરોજ રાજપારડી પોલીસે ફાયર ફાઇટરોની મદદથી ખાડીમાં ગુમ થયેલ વૃધ્ધની શોધખોળ આરંભતા ભારે જહેમત બાદ ઘટનાના ૨૪ કલાક બાદ ઘટના સ્થળથી લગભગ એક કિલોમીટર દુર ખાડીમાંથી વૃધ્ધ નરસિંહભાઇનો મૃતદેહ મળી આવ્યો હતો.

error: