અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના જુવાલ રૂપાવટી ગામે સામે આવ્યો છે. નિષ્ઠુર માતાએ તાજા જન્મેલા બાળકને ખેતરની બાવળની કાંટાળી ઝાડીમાં વરસતા વરસાદમાં ફેંકી દીધું હતું. બાળકને કાંટાળી ઝાડીઓમાં ફેંકી દેવાતા મોઢા અને શરીરના ભાગે કાંટા વાગેલા હતા. જેના કારણે બાળક લોહીલુહાણ હાલતમાં થઈ ગયું હતું. ગામના સ્થાનિક રહીશને બાળકનો અવાજ આવતા 108 એમ્બ્યુલન્સને ફોન કરી જાણ કરી હતી. 10થી 15 મિનિટમાં ધોળકા એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી હતી અને બાળકને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યું છે. જ્યાં હાલ બાળકની સ્થિતિ સારી છે.
મોડીરાત્રે જન્મેલા તાજા બાળકને બાવળની ઝાડીમાં ફેંકી દેવાયું હતું. નિષ્ઠુર માતાએ ફેંકી દીધેલા નાના જીવને કેવી રીતે કલાકોમાં નવજીવન મળ્યું, બાળક કેવી પરિસ્થિતિમાં બાવળની ઝાડીઓમાં મળી આવ્યું હતું અને તેનો જીવ કેવી રીતે બચાવવામાં આવ્યો તે અંગે દિવ્ય ભાસ્કર આપને આ ખાસ અહેવાલમાં દર્શાવી રહ્યું છે.
નવજાતનો જીવ બચાવનાર ધોળકા લોકેશનની 108 એમ્બ્યુલન્સના EMT દેશુર આહીરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુરુવારની વહેલી સવારનો સમય હતો. સવારે 5.15 વાગ્યાની આસપાસ ધોળકા હાઈવે પર લોકેશન ખાતે પાઇલટ અનિરુદ્ધસિંહ ચૌહાણ સાથે તેઓ હાજર હતા. 5.20 વાગ્યાની આસપાસ 108 કંટ્રોલરૂમ તરફથી માહિતી મળી હતી કે, ધોળકા-બાવળા રોડ ઉપર આવેલા જુવાલ રૂપાવટી ગામે બસ સ્ટેન્ડ પાસે એક નવજાત બાળક મળ્યું છે. જેથી તાત્કાલિક તેઓ ગામે જવા માટે રવાના થયા હતા. 12 કિલોમીટર દૂર ગામ હતું. 15 મિનિટના સમયગાળામાં તેઓ જુવાલ રૂપાવટી ગામે પહોંચી ગયા હતા. સ્થળ ઉપર પહોંચતા જે વ્યક્તિએ 108ને ફોન કરી જાણ કરી હતી તેઓ ત્યાં હાજર હતા.