Satya Tv News

મધ્યપ્રદેશના મુરેના જિલ્લામાં સોમવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં કાવડને લઈ જતી એક ટ્રકે રોડ કિનારે 14 કાવડિયાને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બે કાવડિયાના મોત થયા છે અને અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સાથે જ પાંચ કાવડિયાને ગ્વાલિયર રિફર કરવામાં આવ્યા છે.

તમામ કાવડિયાઓ સૌરોનથી મુરેનાના સિહોનીયા ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતથી રોષે ભરાયેલા કાવડિયાઓએ હાઈવે બ્લોક કરી દીધો છે. 

વહેલી સવારે આ અકસ્માત સર્જાયો હતો જે બાદ કાવડિયાઓએ નેશનલ હાઈવે બ્લોક કરી દીધો હતો જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત જામ હટાવવાનો પ્રયાસ કરી રહી છે. આ ભયાનક અકસ્માત બાદ મૃતકો અને ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે કાવડિયા મુરેના જિલ્લાના સિહોનિયા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામના રહેવાસી છે.

Created with Snap
error: