Skip to main content

Satya Tv News

સુરતના અઠવા વિસ્તારમાં સગરામપુરા તલાવડી ખાતે બિલ્ડર આરીફ કુરેશી નમાજ પઢીને મસ્જિદમાંથી નીકળ્યા હતા. આ દરમિયાન તેના પર હુમલો થયો હતો. એ રસ્તા પર પડી ગયા હતા. બાદમાં તેને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેવામા આવ્યા હતા. જેથી તેનું મોત નીપજ્યું હતુ. 55 વર્ષની મૃતકની ઉમર હતી. હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. બે શંકાસ્પદના ફોટો પણ સામે આવ્યા છે. પોલીસની ટીમ આરોપીઓને શોધવા પ્રયત્ન કરી રહી છે. ઝડપથી આરોપીઓને ઝડપી લઈને હત્યાનુ કારણ પણ સામે આવી જશે. જો કે, રોજેરોજ હત્યા સહિતની ઘટનાઓને લઈ પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે.

error: