ઐશ્વર્યા રાય બચ્ચન વિદેશ ગયા પછી અને અભિષેક બચ્ચનની ‘ગ્રે ડિવોર્સ’ વિશેની પોસ્ટને લાઈક કર્યા પછી બંને વચ્ચે કંઈક ખોટું થયું હોવાની ચર્ચાઓ તેજ થઈ ગઈ હતી. અભિનેત્રીને પુત્રી આરાધ્યા સાથે મોડી રાત્રે મુંબઈ એરપોર્ટ પર જોઈને ચાહકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તે જ સમયે, અભિનેત્રીને ફરીથી એકલી જોઈને, ટ્રોલર્સ અભિષેક બચ્ચનની આકરી ટીકા કરી રહ્યા છે.ઐશ્વર્યા અને આરાધ્યા બન્ને એરપોર્ટ પરથી બહાર આવતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન બન્ને એકલા હતા, જુનિયર બચ્ચન પત્ની અને પુત્રીને લેવા પહોંચ્યા ન હતા. જે બાદ ફેન્સ અભિષેકને ટ્રોલ કરી રહ્યા છે.