Satya Tv News

1 ઓગસ્ટથી ફાસ્ટેગ સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. NPCI એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા તરફથી નવી ગાઈડલાઈન આવી છે અને નવી ગાઈડલાઈન મુજબ લોકોને ફાસ્ટેગમાં KYC અપડેટ કરવાની બીજી તક આપવામાં આવી રહી છે. નવી માર્ગદર્શિકા અનુસાર જો તમારું ફાસ્ટેગ 5 વર્ષથી વધુ જૂનું છે તો તમારે તમારા ફાસ્ટેગને બદલવું પડશે. આજે અમે તમને જણાવીશું કે જો તમારી પાસે IMHCL ફાસ્ટેગ અથવા કોઈપણ બેંકનું ફાસ્ટેગ છે તો તમે તમારું KYC કેવી રીતે અપડેટ કરાવી શકશો?

imhcl Fastag KYC Update Online : સૌથી પહેલા ihmcl (ઇન્ડિયન હાઇવે મેનેજમેન્ટ કંપની લિમિટેડ)ની ઓફિશિયલ સાઇટ https://fastag.ihmcl.com પર જાઓ. આ પછી ટોચ પર દેખાતા લોગ-ઇન બટન પર ક્લિક કરો, ત્યારબાદ મોબાઇલ નંબર અને કેપ્ચા દાખલ કરો અને ગેટ OTP પર ક્લિક કરો. ફાસ્ટેગ સાથે લિંક થયેલ નંબર દાખલ કરો. તમારા રજિસ્ટર્ડ નંબર પર OTP આવશે.OTP દાખલ કર્યા પછી લોગ ઇન કરો, લોગ ઇન કર્યા પછી ડાબી બાજુએ માય પ્રોફાઇલ ટેબ પર ક્લિક કરો. પ્રોફાઈલ ટેબ પર ટેપ કરતાની સાથે જ KYC ટેબ તમારી સામે દેખાશે. KYC ટેબ પર ટેપ કર્યા પછી જરૂરી માહિતી અને ડોક્યુમેન્ટ્સ જેમ કે DL, RC, ફોટો, એડ્રેસ પ્રૂફ વગેરે અપલોડ કરો. ડોક્યુમેન્ટ્સ અને માહિતી આપ્યા પછી સબમિટ કરો.

જો તમારી પાસે કોઈપણ બેંકનું ફાસ્ટેગ છે, તો તમારે બેંકમાંથી તમારી KYC વિગતો અપડેટ કરવી પડશે. તમે નજીકની બ્રાન્ચની મુલાકાત લઈને FasTag KYC update માટે વિનંતી ફોર્મ સબમિટ કરી શકો છો. એપ્લિકેશન ફોર્મ ભરો અને તેને બેંકમાં સબમિટ કરો. બેંક તમારા ફાસ્ટેગમાં KYC વિગતો અપડેટ કરશે. આ સિવાય તમે તમારા રિલેશનશિપ મેનેજરનો પણ સંપર્ક કરી શકો છો અને FASTag માં KYC કેવી રીતે અપડેટ કરવું તે જાણી શકો છો? FasTag KYC Documents : Valid Passport, Driving License, Voter ID Card, PAN Card, Aadhaar Card

error: