રાજ્ય સરકાર 38 હજાર સરકારી શાળાઓમાંથી 5612 સરકારી શાળાને ઓછી સંખ્યાના નામે મર્જ અને બંધ કરવાનું કામ કરી રહી છે. 32 હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે. 38 હજાર વર્ગખંડોની મોટા પાયે ઘટ છે.ગ્રાન્ટેડ પ્રાથમિક – માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ઓછી ફીના કારણે ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના વિદ્યાથી-વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરતા હોય છે, ત્યારે આ વિદ્યાર્થીઓએ શિક્ષકો વિના અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. પૂર્વ પટ્ટી-આદિવાસી વિસ્તારમાં 353 શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. આ ઉપરાંત રાજ્યમાં 1657 સરકારી શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. 341 શાળાઓ એવી છે જે માત્ર એક જ ઓરડામાં ચાલે છે.