Satya Tv News

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એશો.દ્વારા હાલમાં કેમ્પ યોજાશે જેમાં પસંદગી પામનાર ખેલાડીઓને પ્રી નેશનલ લેવલના કેમ્પમાં સ્થાન આપવામાં આવશે.આ સિદ્ધિ બદલ આરવ પટેલે તેના પરિવારજનો અને કોચનો આભાર વ્યક્ત કર્યો..

ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામના આરવ પટેલની ગુજરાત સ્ટેટ ફૂટબોલ સબ જુનિયર ટીમમાં પસંદગી થઈ છે હાલના બાળકોને ક્રિકેટનું ઘેલું લાગ્યું છે ત્યારે અંકલેશ્વરના 14 વર્ષબ વિદ્યાર્થીએ ફૂટબોલની રમતમાં કાઠુ કાઢ્યું છે.

ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામના અને હાલ અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા જીગ્નેશ પટેલના પુત્ર આરવ પટેલની ગુજરાત સ્ટેટ ફૂટબોલ સબ જુનિયર ટીમમાં પસંદગી થઈ છે.આરવ હાલ સી.એમ.એકેડમીમાં અભ્યાસ કરે છે તેને નાનપણથી જ ફૂટબોલ રમવાનો ઘણો શોખ હતો અને તે તાલુકા અને જિલ્લા કક્ષાએ પસંદગી પામ્યા બાદ હવે તેની રાજ્યની ફૂટબોલ જુનિયર ટીમ માટે પસંદગી થઈ છે.ગુજરાત સ્ટેટ ફૂટબોલ એશો.દ્વારા હાલમાં કેમ્પ યોજાશે જેમાં પસંદગી પામનાર ખેલાડીઓને પ્રી નેશનલ લેવલના કેમ્પમાં સ્થાન આપવામાં આવશે.આ સિદ્ધિ બદલ આરવ પટેલે તેના પરિવારજનો અને કોચનો આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ ફૂટબોલમાં ભારતીય ટીમમાં પસંદગી પામવાની તેની ઇરછા છે.સ્ટેટ લેવલની ટીમમાં પસંદગી થતા આરવના ઘરમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.પરિવારજનોએ કેક કાપી ઉજવણી કરી હતી

error: