Satya Tv News

30 જુલાઈના રોજ અયોધ્યામાં 12 વર્ષની સગીર બાળકી સાથે બળાત્કારની ઘટના સામે આવી હતી. આ ઘટના અયોધ્યા જિલ્લાના ભદરસા વિસ્તારમાં થઈ. પોલીસે આ કેસમાં ભદરસામાં બેકરી ચલાવતા મોઈદ ખાન અને તેના કર્મચારી રાજુ ખાનની ધરપકડ કરી હતી. મોઇદ ખાન સપાના નેતા છે. આરોપી મોઈદની બેકરી પર પણ બુલડોઝર પણ ચલાવી દેવાયું હતું. ભાજપે અવધેશ પ્રસાદ અને મોઈનખાનના ફોટો સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કરતા કહ્યું કે, તે સપા સાંસદ ટીમનો હિસ્સો છે.

બળાત્કારની ઘટના બાદ રાજકારણ ગરમાયું છે. સપા નેતા અવધેશ પ્રસાદે કહ્યું, અયોધ્યામાં બનેલી આ ઘટના ખૂબ જ શરમજનક છે. સમાજવાદી પાર્ટી પીડિતાની સાથે ઉભી છે. જે પણ આરોપી સાબિત થશે તેને સખત સજા મળવી જોઈએ. આરોપીને ફાંસીની સજા થવી જોઈએ. સપાની કાર્યવાહી અંગે તેમણે કહ્યું, “પાર્ટીએ એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે અને આ ઘટનામાં તેને શક્ય તેટલી વહેલી તકે તેનો રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવ્યું છે. રિપોર્ટના આધારે પાર્ટી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. સમાજવાદી પાર્ટીની માંગ છે કે, સરકાર પીડિયા અને તેના પરિવારને સુરક્ષા પૂરી પાડે. અને તેમને ઓછામાં ઓછા 20 લાખ રૂપિયા મદદ કરે.

error: