પ્રિયંકા ચોપરાએ હાલમાં જ કો-એક્ટર કાર્લ અર્બનની સાથે પોતાની આગામી હોલિવૂડ ફિલ્મ ‘ધ બ્લફ’ નું શૂટિંગ પૂરું કર્યું છે. આ અમેરિકન ડ્રામા ફિલ્મની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પ્રિયંકાએ હવે કેટલાક BTS ફોટા પોસ્ટ કર્યા છે અને તે તેના ફેન્સને શૂટિંગ વિશે અપડેટ્સ આપી રહી છે. ‘દેશી ગર્લ’એ તાજેતરમાં ‘ધ બ્લફ’ના સેટ પરથી પડદા પાછળની તસવીરો શેર કરી છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરોમાં અભિનેત્રી નકલી લોહીથી લથપથ એક ઇન્ટેન્સ એક્શન સિક્વન્સ શૂટ કરતી જોવા મળે છે. તેના સેટની એક ઝલક કેટલીક તસવીરો અને વીડિયોમાં પણ જોઈ શકાય છે.
ધ બ્લફ એ અમેરિકન સ્વેશબકલર ડ્રામા ફિલ્મ છે જેનું નિર્દેશન ફ્રેન્ક ઇ. ફ્લાવર્સ દ્વારા કરવામાં આવ્યું છે અને ફ્લાવર્સ અને જો બલારિની દ્વારા લખવામાં આવ્યું છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા, કાર્લ અર્બન, ઈસ્માઈલ ક્રુઝ કોર્ડોવા, સફિયા ઓકલી-ગ્રીન અને વેદાંતેન નાયડુ સહિત ઘણા જાણીતા કલાકારો છે. 19મી સદી દરમિયાન કેરેબિયનમાં સેટ કરેલી, કહાની પ્રિયંકા ચોપરા દ્વારા ભજવવામાં આવેલી ભૂતપૂર્વ મહિલા ચાંચિયાની આસપાસ ફરે છે, જેને તેના ભૂતકાળનો સામનો કરવો પડે છે. આ તેના પરિવારને જોખમમાં મૂકે છે. જો કે આ ફિલ્મનું શૂટિંગ હવે પૂરું થઈ ગયું છે.