Satya Tv News

બોલીવુડ એક્ટ્રેસ દિવ્યા શેઠ શાહના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. દિવ્યા શેઠની 22 વર્ષની પુત્રી મિહિકા શાહનું અવસાન થયું છે. તાવ અને વાઈના હુમલાને કારણે મિહિકાનું અવસાન થયું હોવાનું જણાવાઈ રહ્યું છે. મિહિકાના નિધનના સમાચાર ખુદ દિવ્યા શેઠ શાહે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.દિવ્યા શેઠ શાહે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘અત્યંત દુઃખ સાથે અમને જણાવવું પડે છે કે અમારી પ્રિય મિહિકા હવે અમારી વચ્ચે નથી. તેમણે 5મી ઓગસ્ટ 2024ના રોજ આ દુનિયાને અલવિદા કહ્યું. આ સાથે દિવ્યાએ લખ્યું કે મિહિકાની પ્રાર્થના સભા 8 ઓગસ્ટે સાંજે 4 થી 6 વાગ્યા સુધી છે. મિહિકાના આ રીતે જતા રહેવાથી તેમના ઘરમાં શોકનો માહોલ છે. આ કારણે તેની દાદી અને અભિનેત્રી સુષ્મા સેઠની હાલત પણ ખરાબ છે.

મિહિકા હજુ ભણતી હતી અને મીડિયાની ચમકથી દૂર રહીને પોતાનું જીવન જીવવાનું પસંદ કરતી હતી. મિહિકાની માતા દિવ્યા અને દાદી સુષ્મા સેઠ બન્ને એક્ટર છે. લોકપ્રિય અભિનેત્રી સુષ્મા સેઠ તેમના દમદાર અભિનય માટે જાણીતી છે. તે ‘કભી ખુશી કભી ગમ…’, ‘ચલ મેરે ભાઈ’, ‘કલ હો ના હો’, ‘નગીના’ અને ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’માં તેના અભિનય માટે જાણીતી છે. સુષ્મા સેઠની પુત્રી દિવ્યા સેઠ ‘જબ વી મેટ’, ‘દિલ ધડકને દો’, ‘આર્ટિકલ 370’ જેવી ફિલ્મોમાં અભિનય કરવા માટે જાણીતી છે.

error: