https://www.instagram.com/reel/C-XBO9kpWPY/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
ઝગડીયા તાલુકાના તેજપોર ગામેથી રાત્રીના પસાર થતા કાર ચાલકે કેનાલ ઉપર નિરાંતે બેઠેલો એક દીપડો તેમના મોબાઈલમાં કેદ થઈ ગયો હતો.
ઝઘડિયા તાલુકામાં શેરડીની ખેતી મોટાપાયે કરવામાં આવે છે.જેને પગલે શિકાર સહેલાઈથી મળી જતાં હોવાથી દીપડાઓ શેરડીના ખેતરોને પોતાના આશ્રય સ્થાન બનાવ્યા છે.ત્યારે ઝઘડિયા અને વાલીયા તાલુકામાં દીપડાઓની સંખ્યામાં વધારો થયો છે.આ દીપડાઓ શીકારની શોધમાં નીકળતાં અનેક વખતે લોકોના મોબાઈલ અને સીસીટીવી કેમરાઓમાં કેદ પણ થયા છે.ત્યારે ગતરોજ ઝગડીયા તાલુકાના તેજપોર ગામેથી સ્થાનિક ગ્રામજનો પસાર થઈ રહ્યા હતાં. આ સમયે તેઓનું મોબાઈલનું રેકોડિંગ ચાલુ હતું.ત્યારે તેઓ તેજપુર ગામ નજીક પહોચતા કેનાલ ઉપર નિરાંતે આરામ ફરમાવતા દીપડાને જોતા જ ચોકી ઉઠ્યા હતા.તેઓએ આ દીપડાનો વીડિયો મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો.જે વીડિયો વાયરલ થતા તેજપોર અને આસપાસના ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. છેલ્લા ઘણા સમયથી તાલુકાનાં મોદલિયા ગામની બદામ કંપની,પથ્થરિયા અને ડુંગરી,સિલુડી તેમજ વટારિયા ગામની સીમમાં દીપડાઓ નજરે પડ્યા હોવાના વિડીયો સામે આવ્યા છે.ત્યારે વન વિભાગ દ્વારા આ દીપડાઓને પાંજરે પુરાય તેવી લોકમાંગ ઉઠી છે.