સરકારી ટેલિકોમ કંપની BSNL જલ્દી જ પોતાના નવા 4G ટાવરની સાથે Jio અને Airtel ને મોટી ટક્કર આપવાની તૈયારી કરી રહી છે. BSNL એ આખરે પોતાના નવા 4G ટાવરની સાથે જૂરરી અપગ્રેડ કરી લીધું છે, અને હવે તે 5G સર્વિસ શરૂ કરવાનુ પ્લાનિંગ બનાવી રહી છે. આ માટે અમે તમને એક ગાઈડલાઈન તૈયાર કરી છે. તમે માત્ર 10 મિનિટમાં ઓનલાઈન BSNL નું 4G સીમ ઓર્ડર કરી શકો છો.
15 સપ્ટેમ્બર, 2000 ના રોજ સ્થાપિત BSNL એટલે કે ભારત સંચાર નિગમ લિમિટેડ એક સરકારી ટેલિકોમ કંપની છે. હાલમાં જ Jio અને Airtel જેવા મોબાઈલ નેટવર્કના અનેક ગ્રાહકો BSNL તરફ પલાયન કરી રહ્યાં છે. કારણ કે, સરકારી ટેલિકોમ કંપની અન્ય કંપનીઓની સરખામણીમાં પોતાના પ્લાનમાં કોઈ વધારો નથી કરી રહી.
BSNL એ આખરે સમગ્ર દેશમાં 15,000 નવા 4G ટાવર લગાવીને પોતાની તેજ સ્પીડવાળી 4G સેવા શરૂ કરી દીધી છે. અનેક ખબરો અનુસાર, આ સરકારી ટેલિકોમ કંપની માટે એક મોટી ઉપલબ્ધિ છે, કારણ કે અત્યાર સુધી તે સમગ્ર દેશમાં તેજ ઈન્ટરનેટ આપી શકે છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, ઓક્ટોબરના અંત સુધીમાં લગભગ 80000 ટાવર લગાવી દેવામાં આવશે. અને બાકીના 21,000 માર્ચ 2025 સુધી લગાવી દેવાશે. જેનાથી વર્ષ 2025 સુધી કુલ એક લાખ 4G નેટવર્ક ટાવર બની જશે. ખબરોના અનુસાર, કંપની 4G ટાવર પૂરા થયા બાદ પોતાના ગ્રાહકોને 5G સેવાઓ પણ આપવાની તૈયારી કરી રહી છે.