Satya Tv News

બરેલી : ઉત્તર પ્રદેશની બરેલી પોલીસને મોટી સફળતા મળી છે, પોલીસે એક સીરિયલ કિલરની ધરપકડ કરી છે. જેણે એક બાદ એક એમ કુલ નવ મહિલાઓની હત્યા કરી હતી. ૧૪ મહિનાની અંદર એક જ પેટર્ન સાથે છથી વધુ હત્યાઓ થઇ હતી. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ હતો. હત્યારાનો સ્કેચ પણ જાહેર કરાયો હતો, જેના ૪૮ કલાકમાં જ હત્યારાને પોલીસે ઝડપી લીધો હતો. હત્યાને અંજામ આપ્યા બાદ મહિલાની લિપસ્ટિક, આધાર કાર્ડ કે બિંદી સાથે લઇ જતો હતો.  

આ સમગ્ર હત્યાકાંડ કોઇ ફિલ્મી સ્ટોરી જેવો છે, હત્યારો હત્યા કર્યા બાદ મહિલાઓની લિપસ્ટિક લઇ જતો હતો. બરેલીમાં ૨૦થી ૨૫ કિમી વિસ્તારમાં આ હત્યાઓ થઇ હતી. કેટલીક મહિલાઓના મૃતદેહ ખેતરોમાં મળી આવ્યા હતા જેમના ઘરેણા પણ ગાયબ હતા. પોલીસે થોડા દિવસ પહેલા ત્રણ શંકાસ્પદોના સ્કેચ જાહેર કર્યા હતા. સાથે જ હત્યારાની માહિતી આપવા માટે એક નંબર પણ જાહેર કર્યો હતો.  એસએસપી અનુરાગ આર્યએ સમગ્ર હત્યાકાંડનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે આરોપી કુલદીપ નવાબગંજ વિસ્તારનો રહેવાસી છે. આરોપીના મનમાં મહિલાઓને લઇને નફરત હોય તેમ લાગી રહ્યું છે. 

મહિલા જ્યારે તેનો વિરોધ કરવા જતી ત્યારે સાડીથી તેનું ગળુ દબાવીને હત્યા કરી નાખતો હતો. હત્યારાની સગી માતા અને બે બહેનોના મૃત્યુ થઇ ચુક્યા છે. પિતાએ બીજા લગ્ન કરી લીધા હતા. તેની સાવકી માતા કુલદીપ સાથે મારપીટ કરતી હતી. કુલદીપના લગ્ન થયા હતા જોકે પત્ની છોડીને જતી રહી હતી. આ તમામ ઘટનાઓને પગલે કુલદીપ મહિલાઓને નફરત કરવા લાગ્યો હતો અને પોતાનું માનસિક સંતુલન ખોઇ બેઠો હતો. કુલદીપનો દાવો છે કે મારી માતા જીવીત હતી તે સમયે જ મારા પિતાએ બીજા લગ્ન કરી લીધા હતા.  બાદમાં મારી સાવકી માતા મારી જન્મ આપનારી માતા અને મારી સાથે મારપીટ કરતી હતી. મારી બહેનો અને મને પણ મારતા હતા. જેેને પગલે જ મારી સગી માતા અને બે બહેનોના મોત થયા હતા. 

આ તમામ ઘટનાઓને પગલે કુલદીપ દિવસે ને દિવસે મહિલાઓને નફરતની નજરે જોવા લાગ્યો હતો. તે બાદમાં પોતાની પત્ની સાથે પણ મારપીટ કરવા લાગ્યો હતો. જેને પગલે પત્ની પણ તેને છોડીને જતી રહી હતી. પત્ની છોડીને જતી રહી તે બાદ કુલદીપ જંગલ કે સુનસાન જગ્યાએ રહેવા લાગ્યો હતો. બાદમાં તે નશો પણ કરવા લાગ્યો હતો. જે બાદ તે આધેડ વયની મહિલાઓને નિશાન બનાવવા લાગ્યો. પહેલા તે મહિલાઓની રેકી કરતો હતો બાદમાં તેમને ખેતરોમાં લઇ જઇને ગળુ દબાવીને હત્યા કરી નાખતો હતો. આ દરમિયાન કુલદીપ મહિલાઓની સાથે શારીરિક સંબંધ બનાવવાનો પ્રયાસ પણ કરતો હતો, જોકે મહિલાઓ વિરોધ કરતી તો તેની હત્યા કરી નાખતો હતો. 

error: