Satya Tv News

લોકપ્રિય પંજાબી સિંગર એપી ધિલ્લોનનો નવો મ્યુઝિક વીડિયો ‘ઓલ્ડ મની’ રિલીઝ થઈ ગયો છે. ખાસ વાત એ છે કે સલમાન ખાન અને સંજય દત્ત પણ તેનો એક ભાગ છે. વીડિયો સોંગમાં સલમાન ખાન એક્શન અવતારમાં જોવા મળી રહ્યો છે. એપી ધિલ્લોનનું ગીત ‘ઓલ્ડ મની’ રિલીઝ થતાની સાથે જ યુટ્યુબ પર લોકપ્રિય થઈ ગયું છે. લોકો તેના પર ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે.એપી ઢીલ્લોએ જણાવ્યુ હતુ કે ઓલ્ડ મની દ્વારા મને કંઇક અલગ જ અનુભવ થયો છે. હું એક એવો કોન્સેપ્ટ લઇને આવી રહ્યો છું, જે મારી ગમતી તમામ એક્શન ફિલ્મોથી પ્રભાવીત હશે. જેઓને જોઇને હું મોટો થયો છું. મારા પર ભરોશો કરવા માટે ભાઇ અને બાબાનો આભાર. ઉમ્મીદ છે કે આ ગીત તમને પણ એટલું જ ગમશે, જેટલું મને ગમ્યુ.

error: