તાપીના ઉકાઈ ડેમના દરવાજા ખોલાવામાં આવ્યા છે. ડેમની સપાટી રૂલ લેવલ નજીક પહોંચતા ઉકાઈ ડેમના દરવાજા ખોલાયા છે. ઉકાઈ ડેમના 22 પૈકી 4 દરવાજા ચાર ફૂટ ખોલાયા છે. ડેમના દરવાજા ખોલાતા તાપી નદીના જળસ્તરમાં વધારો થયો છે. તાપી નદીમાં 45 હજાર 938 ક્યૂસેક પાણી છોડાયું છે. ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં 60 હજાર 358 ક્યૂસેક પાણીની આવક થઇ છે. નદીના કિનારે વસતા ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા છે.