અલ્જેરિયાની મહિલા બોક્સર ઈમાન ખલીફ (Imane Khelif) પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ જીત્યો છે. ગયા શુક્રવારે ઈમાન ખલીફાએ મહિલાઓની 66 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ જીત્યો હતો. અલ્જેરિયાની મહિલા બોક્સર લિંગ વિવાદને લઈને ઘણી ચર્ચામાં રહી હતી. ઈમાન ખલીફ પર બાયોલોજિકલ મેલ હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. ઈમાને ચીનની યાંગ લિયુ સામેની ફાઈનલ મેચમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનું માનવું હતું કે તે તેમના માનકોમાં ખરી ઉતરી છે, જેના કારણે તેને સ્પર્ધામાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી હતી. ઈમાન આખરે ગોલ્ડ મેડલ જીત્યો. પરંતુ નોંધનીય બાબત એ છે કે અલગ-અલગ મેચોમાં ભાગ લેનાર વિવિધ દેશોની મહિલા બોક્સરોએ ઈમાન વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો.