આગ્રાના સિકંદરામાં યુવકે શનિવારે સાંજે એન્જિનિયરીંગ વિદ્યાર્થિનીને બળજબરીપૂર્વક કારમાં બેસાડી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું. પીડિતાની ફરિયાદ પર પોલીસ કેસ નોંધીને આરોપીની શોધ કરી રહી છે. વિદ્યાર્થિની લખનૌની રહેવાસી છે અને ડો. ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીથી અભ્યાસ કરી રહી હતી. ઘટના બાદથી તે ડિપ્રેશનમાં આવી ગઈ છે.
લખનૌની રહેવાસી વિદ્યાર્થિનીએ જણાવ્યું કે હું ડોક્ટર ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીમાં એન્જિનિયરીંગના અંતિમ વર્ષની વિદ્યાર્થિની છું. શિવાંશ સિંહ મારો સીનિયર છે અને અભ્યાસ પૂરો કરી ચૂક્યો છે. શિવાંશે દસ ઓગસ્ટની સાંજે કારગિલ ચાર રસ્તા પાસે મને રોકી. બળજબરીથી હાથ પકડીને મને કારમાં ખેંચી લીધી. કારમાં ડ્રાઈવર સીટની પાછળ કપડાથી ભાગ પાડેલો હતો. કારની બારીઓ પર પણ પડદાં હતાં. મારા હાથ બાંધી દીધા અને તે બાદ દુષ્કર્મ આચર્યું. બાદમાં મને અર્ધનગ્ન હાલતમાં રસ્તા પર ફેંકી દીધી. બીજા દિવસે સવારે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી. પોલીસે મેડિકલ તપાસ કરાવીને કેસ નોંધ્યો છે. આરોપી યુનિવર્સિટીની ઘણી યુવતીઓ સાથે સંબંધ બનાવી ચૂક્યો છે. તેણે ઘણી વખત મને પણ મિત્રતાનો પ્રસ્તાવ આપ્યો પણ મે ના પાડી દીધી. આ વાતથી રોષે ભરાયેલા શિવાંશ સિંહે વિભાગ અધ્યક્ષ પાસે મારી ખોટી ફરિયાદ કરી દીધી. જેના કારણે મને હજુ માર્કશીટ મળી શકી નથી.
પીડિતા ઘટના બાદથી ડિપ્રેશનમાં છે. યુવતીએ કહ્યું કે હું હવે લગ્નને લાયક રહી નથી. હું આરોપીને સજા અપાવવા માટે યુપીએસસી પરીક્ષા પાસ કરીશ અને જે રીતે તેણે મારી આબરૂ લીધી છે તેવી જ હું તેની પણ હાલત કરીશ.