Satya Tv News

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ અને હેલ્મેટ વગર વાહન ચલાવતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવાની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. બે દિવસમાં જ હેલ્મેટ વિનાના 6 હજારથી વધુ લોકો દંડાયા છે. જ્યારે 33 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. અને 9 ઓગસ્ટના રોજ હેલ્મેટ વિનાના 2406 વાહન ચાલકોને પકડી 12.5 લાખનો દંડ વસૂલ્યો હતો. જ્યારે ગેરકાયદેસર રીતે વાહન પાર્કિંગ કરનાર 947 વાહન ચાલકો સામે કાર્યવાહી કરી 4.85 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.10 ઓગસ્ટે હેલ્મેટ વિનાના 4107 જેટલા વાહનચાલકોને ઝડપી 20.59 લાખનો દંડ વસૂલ કર્યો હતો જ્યારે રોંગ સાઈડમાં 196 વાહન ચાલકોને ઝડપી 3.30 લાખનો દંડ કરવામાં આવ્યો હતો.

error: