Satya Tv News


દહેજ GIDCમાં આવેલ સ્ટર્લિંગ ઓક્ઝીલાઇઝર કંપનીમાં ત્રણ કામદારોને આંખોમાં ગંભીર ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

દહેજ GIDCમાં આવેલ સ્ટર્લિંગ ઓક્ઝીલાઇઝર કંપનીમાં પ્લાન્ટ ઓપરેટર ભાર્ગવ પરમાર, સુપરવાઈઝર નિતેશ રોય, અને અન્ય કામદાર કમલેશ યાદવ કંપનીના પ્લાન્ટમાં પંપને રીપેરીંગ કરવાનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક બ્લાસ્ટ થતા ત્રયેણને આંખોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી ત્રયેણ કામદારોને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે ઘટના મામલે કંપની સત્તાધીશો દ્વારા ના તો ફેક્ટરી ઇન્સ્પેકટરને જાણ કરાય હતી કે ના તો GPCB ને જાણ કરવામાં આવી હતી. તેવામાં બને એજન્સીઓ દ્વારા કડકમાં કડક પગલાં ભરે તેવી કામદાર વર્ગની માંગ ઉઠી છે.

error: