Satya Tv News

ગુરુચરણ સિંહ હાલ મુશ્કેલીભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. થોડા સમય પહેલા તેઓ ગાયબ થઈ ગયા હતા અને હવે તેમણે જણાવ્યું કે તેમના પર ઘણી બધી લોન છે. એટલે સુધી કે તેઓ લોન જેમ તેમ કરીને ચૂકવી રહ્યા છે પરંતુ સતત કામની શોધમાં છે અને નિરાશા જ મળી રહી છે. ગુરુચરણ સિંહે કહ્યું કે તેઓ 34 દિવસથી લિક્વિડ ડાયેટ પર છે. અભિનેતાએ કહ્યું કે મે 34 દિવસથી ખાવાનું પીવાનું છોડી દીધુ છે. હું લિક્વિડ ડાયેટ પર છું અને દૂધ, ચા અને નારિયેળનું પાણી પીવું છું. મે છેલ્લા 4 વર્ષથી ફક્ત નિષ્ફળતા જોઈ છે. હું અલગ અલગ ચીજો કરવાનો ટ્રાય કરુ છું. બિઝનેસ અને બીજુ પણ ઘણું કરવાની કોશિશ કરી પરંતુ બધામાં ફેઈલ ગયો. હવે હું થાકી ગયો છું અને કઈક કમાવવા ઈચ્છુ છું.

ગુરુચરણ સિંહે કહ્યું કે તેમના પર બેંકો અને ક્રેડિટ કાર્ડ કંપનીઓના 60 લાખ રૂપિયા બાકી છે અને 60 લાખ રૂપિયા એ લોકોના પણ બાકી છે જેમણે તેમને પૈસા ઉધાર આપ્યા છે. અભિનેતાએ કહ્યું કે મારા પર ઘણું દેવું છે. મારે બેંકો અને ક્રેડિટ કાર્ડ કંપનીઓને 60 લાખ રૂપિયા ચૂકવવાના છે. આ સિવાય મારા કેટલાક પરિચિતિઓ મને પૈસા ઉધાર આપ્યા છે તો તેમનું પણ કરજ ચૂકવવાનું છે. બધુ મળીને મારું દેવું લગભગ 1.2 કરોડ રૂપિયા છે.

error: