Satya Tv News

નર્મદા જિલ્લા ચેરમેન શ્રી સર્જન વસાવા દ્વારા લેખિત માં પ્રાંત અધિકારી શ્રી ને રજૂઆત કરાઈ;

ડેડીયાપાડા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ગામડાઓમાં નકલી મેડિકલ ડોક્ટરો નો રાફડો ફાટી નીકળ્યો છે ત્યારે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લા બોર્ડનાં ચેરમેન શ્રી સર્જન વસાવા અને દક્ષિણ ગુજરાત ચેરમેન શ્રી ડો.અશ્વિન વસાવા એ ટીમ સાથે ડેડીયાપાડા પ્રાંત અધિકારીશ્રીને રજૂઆત કરી હતી અને ડેડીયાપાડા ના ગામડાઓમાં પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત અલગ અલગ વિસ્તારો માંથી નકલી મેડિકલ તેમજ નકલી દવાઓ સહિત ડિગ્રી વગરના ડોક્ટરો કાર્યરત છે આવા નકલી ડોક્ટરોના લીધે માનવજીવન ખતરામાં છે, ત્યારે મુદતવીતી દવાઓ તેમજ નક્કી દવાઓ આપી અજ્ઞાન લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, અગર સરકાર આવા નકલી ડોક્ટરો ને છાવરતી હોય તો ઘણા ગ્રેજ્યુએટ યુવાનો ને ગામે ગામ દવાખાના ખોલી દેવાને માટે છૂટછાટ આપી દેવી જોઈએ જેથી બેરોજગારીનો પ્રશ્ન પણ હલ થઈ જાય,ત્યારે આવા નકલી ડોકટરો પર કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય પગલાં લેવામાં આવે જે બાબતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદની ટીમે લેખિતમાં રજૂઆત કરી હતી, હવે જોવું એ રહ્યું કે આ બાબતે આદિવાસી લોકોના સ્વાસ્થ્ય સાથે જે છેડા થઈ રહ્યા છે એ બાબતે પ્રાંત અધિકારીશ્રી નકલી ડોકટરો પર લગામ લગાવે છે કે કેમ તે જોવું રહ્યું???

error: