Skip to main content

Satya Tv News


ડભોઇ તાલુકાના કરનાળી સ્થિત મા રેવા આશ્રમ ખાતે આજે 78 માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

માં રેવા આશ્રમના સ્થાપક પૂજ્ય રજનીભાઈ પંડ્યાએ ત્રિરંગો રાષ્ટ્ર ધ્વજ આન, બાન અને શાનથી લહેરાવ્યો ત્યારે પુરોહિતો અને ભાવિકોએ સત્ય વિજય મારુતિના દર્શન જેટલી જ તન્મયતા થી રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી. શ્રી રજનીભાઇ પંડ્યાએ જણાવ્યું કે આજે  78 માં સ્વાતંત્ર દિન નિમિત્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવાની સાથે સાથે સમ્હિતાના દશમા અધ્યાયના ચોથા શ્લોક દ્વારા રાષ્ટ્ર કલ્યાણના શ્લોકોનું પઠણ બ્રાહ્મણો દ્વારા કરવામાં આવ્યું હતું.તેની સાથે સ્વતંત્ર ભારત એક અને અખંડ રહે,સૌના વિચારોમાં એકતા સધાય અને પ્રગતિશીલ અને સુરક્ષિત ભારત માટે હાર્દિક પ્રાર્થના કરવામાં આવી હતી.રજનીભાઈ પંડ્યા એ વધુમાં જણાવ્યું હતું કે ૭૮માં સ્વતંત્ર પર્વ નિમિત્તે  ભારત વિશ્વમાં નંબર વન બને સાથે સાથે દેશનો સર્વાંગી વિકાસ થાય અને ભારત એ હિન્દુ રાષ્ટ્ર બને હિન્દુઓનું હિત જળવાય તેવી પ્રભુ સત્ય વિજય મારુતિ દાદાને પ્રાર્થના કરી છે.

error: