Satya Tv News

પાકિસ્તાનના ૭૭મા સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ વેચતી દુકાન ઉપર અને તે દુકાનદારના ઘર ઉપર થયેલા ગ્રેનેડ હુમલામાં ઓછામાં ઓછા ત્રણ જણના મૃત્યુ થયા છે. જ્યારે ૬ ને ગંભીર ઈજાઓ થઈ છે.

આ હુમલાની જવાબદારી અલગતાવાદી સંગઠન બબુચ લિબરેશન આર્મી (બી.એલ.એ.)એ લીધી છે.

આ હુમલા પુર્વે કેટલાક દિવસોથી આ બી.એલ.એ.ના સભ્યોએ તે દુકાનદારને પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ નહીં વેચવા ચેતવણીપૂર્વક જણાવ્યું હતું પરંતુ તેણે તે ચેતવણી ન ગણકારતા પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ વેચવાનું ચાલુ રાખ્યું હતું. તેથી આ બી.એલ.એ. તેની ઉપર ખરેખરું ગિન્નાયું હતું.

તે સર્વવિદિત છે કે ૧૪ ઓગસ્ટ ૧૯૪૭ ના દિવસે બ્રિટીશરોએ અખંડ ભારતમાંથી જુદા તારવાયેલા દેશ પાકિસ્તાનને આઝાદી આપી હતી.

ક્વેટામાં ગઈકાલે સાંજે બનેલી આ ઘટના અંગે સરકારી હોસ્પિટલના પ્રવક્તા વાસીમ બેગે કહ્યું હતું કે હોસ્પિટલમાં ૩ શબ અને ૬ ઘાયલો ગઈકાલે મોડી સાંજે લાવવામાં આવ્યા હતા.

આ ઘટના વખતે પાકિસ્તાનના લશ્કરના વડા આસીમ મુનીર દેશના ઉત્તર પૂર્વ ભાગમાં હતા. ત્યાં તેઓને આ સમાચાર મોકલવામાં આવ્યા ત્યારે તેઓને ત્યાં આપેલી મીલીટરી એકેડેમીમાં કરેલા સંબોધન પછી એક ટેલીવીઝન સ્પીચમાં કહ્યું હતું કે આ ઉગ્રવાદને દબાવવાના હું શપથ લઉં છું.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના સિંધ અને બલુચીસ્તાનમાં છેલ્લા કેટલાક વર્ષોથી અલગતાવાદી પ્રવૃતિઓ ચાલે જ છે તેમાંયે ચીને ગ્વાડર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધર્યો તથા કરાચીની કોલેજોમાં ચીની ભાષા પણ શીખવાડવાનું શરૂ કર્યું ત્યારથી સિંધ અને બલુચીસ્તાનમાં ખાસ કરીને બલુચીસ્તાનમાં સતત નાના મોટા તોફાનો સતત ચાલુ જ રહ્યા છે.

error: