Satya Tv News

સપનાઓને હકીકતમાં બદલવાનું માધ્યમ ટેકનોલોજી છે : રુબીના પટેલ ચટી, સોફ્ટવેર ડેવોલોપર

ભરૂચ ની ઇકરા બી.સી.એ. કોલેજ માં ઇન્ફોર્મેશન ટેકનોલોજી અંગેનો વર્કશોપ યોજાયો હતો.માસ્ટર ઑફ કોમ્પ્યુટર મેનેજમેન્ટ ના નિષ્ણાત દ્વારા વિદ્યાર્થીઓને વિશેષ સમજ આપવામાં આવી હતી.

     ભરૂચ ની ઇકરા બી.સી.એ. કોલેજ માં વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસમાં ક્યાંય પાછા ન પડે એ માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ના વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં ભરૂચ ના ટંકારીયા ખાતે રહેતા અને એક મહિલા તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરનાર તેમજ માસ્ટર ઑફ કોમ્પ્યુટર મેનેજમેન્ટ ની ડીગ્રી પ્રાપ્ત કરી કોમ્પ્યુટ યુગ માં મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહેલા રૂબીના પટેલ ચટી દ્વારા વિદ્યાર્થીઓને ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંદર્ભે વિસ્તૃત સમજ પુરી પાડવામાં આવી હતી.વર્કશોપમાં રૂબીના પટેલે AI ટેક્નોલોજી ના ઉપર પ્રકાશ પાડી તેનો ઉત્તમ ઉપયોગ કઈ રીતે કરી શકાય તે સમજાવવમાં આવ્યુ હતુ.તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યુ હતુ કે આ અતિ આધુનિક યુગમાં સપનાઓને સાકાર કરવા માટે ટેકનોલોજી એ ઉત્તમ માધ્યમ છે.વિદ્યાર્થીઓએ વિચલિત થયા વિના અભ્યાસમાં રુચિ કેળવી આગળ વધવુ જોઈએ.વર્કશોપ દરમિયાન છાત્રોને મુંઝવતા પ્રશ્નોનું તેમણે સરળ રીતે સમજ પડે એ રીતે જવાબો આપવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે રૂબીના પટેલ ચટી પહેલેથીજ સંઘર્ષ ને પસંદ કર્યો હતો.જેને પગલે તેઓ છેલ્લા 13 વર્ષ થી ટેકનોલોજી ક્ષેત્રમાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે.હાલ તેઓ સિવિકા રિસોર્સીશ પ્રા. લિ. કંપનીમાં ટેક્નિકલ લીડ ની પોસ્ટ પર કામ કરી રહ્યા છે.તેઓએ અનેક પ્રોગ્રામિંગ ભાષાઓ અને ટેકનોલોજીમાં પ્રગતિ કરી છે, જેમાં C#, Angular 2+, Parascript Integration, SQL Server, SSRS, MVC, MY SQL, .NET Core, અને ઘણા બીજા શામેલ છે. Agile Development અને Solution-Oriented વિચારો સાથે તેઓએ અનેક પ્રોજેક્ટ્સનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું છે.આ સાથે Project Management, Customer Relations, TDD, C# Design Patterns, SOLID Principles, Dependency Injection, Agile Environment, Microservices જેવા મુદ્દાઓમાં પણ કુશળતા પ્રાપ્ત કરી છે.

ભરૂચ જિલ્લા ની મહિલાઓ ટેકનોલોજી નો ઉપયોગ કરી વધુ સક્ષમ બને એ માટે રૂબીના પટેલે Crazy Coders” નામની Meetup ગ્રુપની સ્થાપના કરી છે.જેમાં પ્રોગ્રામર્સ અને કોડિંગના શોખીન મળી ને કાર્ય કરે છે.આ ગ્રુપમાં વિવિધ ઇવેન્ટ્સ,વર્કશોપ્સ અને મીટઅપ્સ થકી સદસ્યોને નવીનતમ ટ્રેન્ડ્સ અને ટેક્નોલોજી શીખવાની તક મળે છે.

જર્નલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.

error: